આજ નો દિન વિશેષ..
27 માર્ચ રોન્તજેન વિલ્હેમ કોનરાડ નો જન્મ દિવસ
મહાન ભૌતિક વિજ્ઞાની અને ક્ષ-કિરણોના શોધક રોન્તજેન વિલ્હેમ નો જન્મ27/3/1845 ના રોજ જર્મનીમાં થયો હતો. હોલેન્ડમાં પ્રાથમિક શિક્ષન લઇ સ્વિત્ઝરલેન્ડની વિશ્વવિદ્યાલયમાં ઉચ્ચતર અધ્યયન કર્યું.
દરમિયાન ભૌતિક વિજ્ઞાનમાં રસ જાગ્યો. તેમણે પોતાનો ‘વાયુઓનાસ્વરૂપો’પરનો મહાનિબંધ પૂરો કર્યો અને ભૌતિક વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે નિમણૂક થઇ.
શૂન્યાવકાશવાળી નળીમાં ભારે દબાણવાળા વિદ્યુત કિરણો વહેવડાવવાના પ્રયોગો દરમિયાન બાજુમાં પડેલી બેરિયમ પ્લેટિનમની તકતીપર ચળકાટઉત્પન્ન થતાં ‘ખીલી’ ઉઠયા. એક નવો આવિષ્કાર સામે આવ્યો અને તેમણે આ અજ્ઞાત કિરણોને એક્સ-રે(ક્ષ-કિરણો) નામ આપી દીધું. આ નવા અજ્ઞાત વિકરણો શરીરની આરપાર જઇશકે છે તે જાણીને ઘણાંને આશ્વર્ય અને અચંબો થયો હતો.
તેમની આ ક્રાંતિકારી શોધને કારણે તેમને ભારે સન્માનવાળું ‘નોબેલ પારિતોષિક’ પ્રાપ્ત થયેલું. આ ઉપરાંતતેમણે પદાર્થ વિજ્ઞાનમાં કેશાકર્ષણ,સ્થિતિસ્થાપકતા,વિદ્યુત દબાણ વગેરે વિશે ખૂબઉપયોગી અને નિર્ણાયક સંશોધનો કર્યા. ઇ.સ.1923 માં રોન્તજેન વિલ્હેમનો દેહવિલય થયો.
આપણે રોન્તજેનનું ઋણ સ્વીકારવું જ રહ્યું કે આ અદભુત કિરણો આવિષ્કૃત કરી ગયા, જાણે એમનો અજરઅમર આત્મા સ્વયં ઉપસ્થિત થઇ આપણનેભયાનક દર્દમાંથી બચાવીરહ્યા કેમ ન હોય !..
No comments:
Post a Comment