28 March 2015


આજનો દિન વિશેષ

રશિયાના સાહિત્યકાર મેકિસમ ગોર્કીનો જન્મ દિવસ



રશિયાના મહાન સાહિત્યકાર તરીકે પ્રખ્યાત મેકિસમ ગોર્કીનો જન્મ 28/3/1868 માં રશિયામાં થયો હતો. પોતાના જીવનકાળ દરમિયાન જ ગોર્કી જીવનની ઊંચાઇએ પહોંચ્યા હતા. નાની વયથી જ લેખનકાર્ય શરૂ કર્યું હતું. વાર્તાઓની અદભુત સમષ્ટિનો પરિચય આપનારા દાદીના મૃત્યુ બાદ દાદાના ત્રાસથી કંટાળી તેઓ ઘર છોડી ચાલ્યા ગયા. થોડી રઝળપાટ કરી શ્રેષ્ઠ સાહિત્યકારોના પુસ્તકો વાંચી કાઢયા. ગોર્કી દેશની યાત્રાએ નીકળ્યા ત્યારે સાથે રાખેલ ઢગલાબંધ પુસ્તકો તે વાંચતા. ‘મકરચુન્દ્રા’ નવલકથામાં તેમણે વ્યકત કરેલા વિચારોથી સરકાર ભડકી ગઇ અને તેને નજરકેદ રાખવામાં આવ્યા. ‘મધર’ , ‘મારું બચપણ’ અને ‘મારું વિશ્વવિદ્યાલય’ નાટકો ખૂબ જ પ્રસિદ્ધ થયા છે. એમાં ‘મધર’ નામની જગવિખ્યાત નવલકથાના વાર્તાના પરિણામે તેણે સાત વર્ષ રશિયા બહાર ગાળ્યાં. ગાંધીજીએ એમને ‘માનવ અધિકારોના મહાન લડવૈયા’ નું બિરુદ આપ્યું છે. તેઓ બાળકો માટે વિશાળ ગ્રંથ સર્જવાના હતા. પરંતુ તેમની આ મહેચ્છા પૂર્ણ થાય એ પહેલા જ ઇ.સ.1936 માં તેમનું દેહાવસાન થયું. લેનિનના સાથમાં તથા લેનિનના મૃત્યુ બાદ દેશ માટે એમણે જે કઠોર પરિશ્રમ વેઠયો અને રઝળપાટ કરી તે માટે રશિયન પ્રજાએ તેનું બહુમાન કર્યું. કોઇ વિવેચકે નોંધ્યું છે : “ટોલ્સટોય ચેખોવ વગેરેએ રશિયન સાહિત્યનું જે વસ્ત્ર વણ્યું છે તેમાં ગોર્કીનું સાહિત્ય જરીની સુંદર ભાત જેવું શોભે છે.”

- શ્રી. એલ.વી.જોષી સાહેબ..

No comments:

Post a Comment