6 April 2015


આજનો દિન વિશેષ 

પન્નાલાલ પટેલનો જન્મ દિવસ 




                                  ગુજરાતના શિરમોર સાહિત્યકાર પન્નાલાલ પટેલનો જન્મ ઇ.સ.1912 માં રાજસ્થાનના ડુંગરપુર જીલ્લામાં  થયો હતો. માત્ર આઠ ચોપડી ભણેલા વડીલની છત્રછાયા વગર કિશોર પનાએ કારખાનામાં કામ કર્યું. ખેતરમાં મજૂરી કરી અને વાસણ-કપડાંય ધોયા. ત્યારે કોઇને કલ્પના પણ નહિ હોય કે એક દિવસ પનામાંથી પન્નાલાલ થઇ ગુજરાતનો સમર્થ, વિચક્ષણ સાહિત્યકાર બનશે. સદભાગ્યે બાળપણના ગોઠિયા ઉમાશંકર જોશી ભેટી ગયા. ભીતરનો સુષુપ્ત સર્જક જાગી ઊઠ્યો ને સર્જન સરવાણી અવિરત વહેવા માંડી.પરિણામ સ્વરૂપેમાનવીની ભવાઇ, મળેલા જીવ, વળામણાં જેવી ચાલીસેક જેટલી નવલકથાઓ ગુજરાતી સાહિત્યને મળી. છેલ્લા પચાસ વર્ષોમાં તેમણે લગભગ 185 જેટલી સાહિત્યકૃતિઓ ભેટ ધરી છે તે ગુજરાતી સાહિત્યને એમનું નાનુસૂનું પ્રદાન નથી. ઇ.સ.1950 માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને ઇ.સ.1986 માં ગૌરવવંતોજ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયો. તેમની સર્જનકૃતિઓ પોતાના પ્રકાશગૃહ સાધન પ્રકાશન દ્વ્રારા જ પ્રગટ થતી રહી હતી. જીવન સંધ્યાએ તેમણે અરવિંદ જીવન દર્શનથી પ્રભાવિત થઇ સાધનાના પંથે પ્રયાણ કર્યું. 6/4/1989 ના રોજ તેમનું અવસાન થયું. હૈયા ઉકલત અને અનુભૂતિની સચ્ચાઇ આ બે સર્વોપરી લક્ષણોથી પન્નાલાલનું પન્નાલાલપણું પાંગરી ઊઠયું અને ગુજરાતી સાહિત્યવિશ્વ સમૃદ્ધ થઇ ગયું




નામ
પન્નાલાલ નાનાલાલ પટેલ 

જન્મ
મે –  7, 1912 ; માંડલી  ( જિ. ડુંગરપુર, રાજસ્થાન ) 

અવસાન
એપ્રિલ –  5 , 1989 
અભ્યાસ
·         પ્રાથમિક – અંગ્રેજી ચાર ધોરણ

·         સ્વશિક્ષણ 
વ્યવસાય
·         લેખન
·         પ્રકાશન 
જીવન ઝરમર
·         પ્રેસમાં કામ કરતાં કાગળની ચબરખીઓ પર પહેલાં લખાણો 
·         અનેક કૃતિઓ ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત 
મુખ્ય રચનાઓ
·         નવલકથા  –  વળામણાં, સુરભિ, મીણ માટીના માનવી, નગદ નારાયણ, અજવાળી રાત અમાસની, એક અનોખી પ્રીત, પાર્થને કહો ચડાવે બાણ, શિવપાર્વતી, ભીષ્મની બાણશય્યા, કુબ્જા અને શ્રીકૃષ્ણ
·         નવલિકા સુખદુ:ખના સાથી, ધરતી આભનાં છેટા, રંગમિનારા, બિન્ની, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, વીણેલી નવલિકાઓ
·         નાટક જમાઇરાજ, ચાંદો શેં શામળો, સપનાનાં સાથી, અલ્લડ છોકરી, સ્વપ્ન, મળેલા જીવ
·         ચિંતન પૂર્ણયોગનું આચમન
·         આત્મકથા – અલપઝલપ
·         બાળ સાહિત્ય – દેવનાં દીધેલ, વાર્તાકલ્લોલ ગુચ્છ, લોકમિનારા, બાળકિલ્લોલ
·         પ્રકીર્ણ અલકમલક, સર્જનની સુવર્ણ સ્મરણિકા, લોકગુંજન

સન્માન
·         1950  – રણજિતરામ સુવર્ણચંદ્રક
·         1985  – જ્ઞાનપીઠ એવોર્ડ

.

No comments:

Post a Comment