22 March 2015


TODAY 22 MARCH "WORLD WATER DAY"



આવો… ભાવિ પેઢીના હકનું આપણે કંઇપણ ન વેડફીએ.

પ્રિય મિત્રો,
આજે વિશ્વ જળ દિવસ છે. ૧૯૯૩થી દર વર્ષે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. શુદ્ધ પાણીના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરી અને તેના સંશાધનોના સાતત્યપૂર્ણ સંચાલનની હિમાયત આ દિવસ પાછળનો ઉદ્દેશ્ય છે. આ વર્ષ માટેનો મુખ્ય વિષય જળ અને ખાદ્ય સુરક્ષા છે. જો કે, જળ સુરક્ષા વગર ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત ન થઈ શકે.

                      પાણી એ પરમાત્માષનો પ્રસાદ છે. આપણે પાણી મેળવવામાં સદનસીબ છીએ કારણ કે આપણા પૂર્વજો આપણા માટે પાણી બચાવતા ગયા છે. આપણા પૂર્વજોએ પાણીની કાળજી ન લીધી હોત તો આપણને આજે પાણી મળત ? શું આપણી ભાવિ પેઢી માટે આપણું કોઇ કર્તવ્યણ ખરૂં ? શું આપણને આપણી ભાવિ પેઢીના હકનું પાણી વાપરી નાંખવાનો કે વેડફવાનો અધિકાર છે ? શું પાણી ઉપર માત્ર માનવજાતનો જ અધિકાર છે કે સમગ્ર સૃષ્ટિાનો તેના પર અધિકાર છે ? આજે વિશ્વ જળ દિવસે આપણે આપણી જાતને આટલા પ્રશ્નો પૂછીએ તો આપણને જવાબ પણ મળશે અને દિશા પણ મળશે. આજે તો પાણીનું સંકટ અનુભવાય છે પરંતુ ર૦૦ વર્ષ પહેલાં પાણીનું સંકટ નહોતું. જનસંખ્યા પણ ઓછી હતી.
એ વખતે પણ આપણા પૂર્વજો પાણી માટે કેટલા સજાગ હતા તેનું ઉત્તમ ઉદાહરણ પોરબંદરમાં પૂ. મહાત્માપ ગાંધીનું ઘર છે.
આપ પોરબંદરમાં મહાત્માત ગાંધીના જન્મંસ્થાન કિર્તી મંદિરના દર્શને જાઓ તો ગાંધીજીના ર૦૦ વર્ષ જૂના ઘરમાં વરસાદનું પાણી સંઘરવા માટેનો કેવો ભૂગર્ભ ટાંકો હતો તે પણ દેખજો.
હજારો લીટર પાણીનો સંગ્રહ કરીને વર્ષભર કેટલી કાળજીથી પાણી વાપરવામાં આવતું હતું તેનું પ્રેરક દ્રશ્યસ આજે પણ જોઇ શકાશે. આપ પોરબંદર પધારો ત્યાહરે આપણા પૂર્વજોનું જળ વ્યરવસ્થાપન જરૂર જોશો.
ગુજરાતે પાણી સંચય અને પાણીના સિંચન બાબતે ઘણી પહેલ કરી છે તેના સુફળ આજે મળી રહ્યા છે. જળ પ્રાપ્તી, તેની જાળવણી, તેનો સંગ્રહ અને તેનો વાજબી વપરાશ ગુજરાતના આ દાયકાના મજબૂત વિકાસ માટેનો મંત્ર રહ્યો છે.
આવો… ભાવિ પેઢીના હકકનું કંઇપણ આપણે ન વેડફીએ. 

No comments:

Post a Comment