29 March 2015


આજનો દિન વિશેષ

ડૉ.વિલિયમ લોરેન્સ બ્રેગ નો જન્મ દિવસ




           વિખ્યાત ભૌતિકશાસ્ત્રી ડૉ.વિલિયમ લોરેન્સ બ્રેગનો જન્મ 29/3/1890 ના રોજ ઓસ્ટ્રેલિયામાં  થયો હતો. પ્રારંભિક અભ્યાસ પૂર્ણ કરી ‘એડીલેક વિશ્વવિદ્યાલય’ માંથી ગણિતશાસ્ત્રની ઓનર્સની ઉપાધિ મેળવી હતી. તેમણે પોતાના પિતાજી સાથે સંશોધન ક્ષેત્રે ઝંપલાવ્યું અને ત્રણ જ વર્ષમાં પિતા-પુત્રે જે સંયુકત પુરુષાર્થ કર્યો તે બદલ નોબેલ પારિતોષિક સંયુકત રીતે પ્રાપ્ત થયું હતું, ત્યારે વિલિયમ બ્રેગની ઉંમર માત્ર 25 વર્ષની હતી. ક્ષ-કિરણોની મદદ વડે તેમણે કરેલું પદાર્થની ‘સ્ફટિકમય સંરચના’ અંગેનું મહત્વપૂર્ણ સંશોધન એ જ એમનું ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન હતું. દરમિયાન તેઓ ટ્રિનીટી કૉલેજના ફેલો તરીકે અને સાથે સાથે પ્રાધ્યાપક તરીકે પણ નિયુકત થયા હતા. જીવનના ઉત્તરાર્ધમાં તેમનો આ અધ્યયનની મદદ વડે જ જીવિત પદાર્થના જટિલ અણુઓની રચનાનો ખ્યાલ મેળવી શકાયો. પોતાના કાર્યમાં સતત રત રહેવા છતાં પણ તેઓ સામાન્ય માનવી માટે સરળ અને લોકભોગ્ય વ્યાખ્યાઓ આપતા હતા. તેઓ રૉયલ સોસાયટીના ફેલો તરીકે નિયુકત થયા હતા. અનેક યુરોપીય યુનિવર્સિટીઓએ ‘ડૉક્ટરેટ’ ની માનદ પદવીઓ આપી તેમનું બહુમાન કરેલું. તેમને રૉયલ સોસાયટીનો ‘રૉયલ ચંદ્રક’ અને ‘હ્યુજેસ ચંદ્રક’ પણ એનાયત થયો હ્યતો.. ડૉ.વિલિયમ બ્રેગ 81 વર્ષની વયે ઇ.સ.1971 માં દેહાવસાન પામ્યા.

શ્રી એલ.વી.જોષી

No comments:

Post a Comment