14 September 2014

સાબરકાંઠા જિલ્લા માટે આનંદના સમાચાર

મુખ્યમંત્રીએ ખેડબ્રહ્મા તાલુકા સેવા સદનનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું
તાલુકાની ૩૨ ગ્રામ પંચાયતોને વાઈફાઈથી જોડતા ડીજીટલ સેતુનો પ્રારંભ કરાવ્યો
સમૂહલગ્નના આયોજકોને નવયુગલોના ઘરે શૌચાલયની ભેટ આપવા મુખ્યમંત્રીનું સૂચન

ખેડબ્રહ્મા : સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં નવ

નિર્મિ‌ત તાલુકા સેવા સદનના લોકાર્પણની સાથે સાથે શુક્રવારે મુખ્યમંત્રીએ ૩૨ ગ્રામ પંચાયતોને વાઈફાઈથી જોડતા ડીજીટલ સેતુનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે ખેડબ્રહ્મા તાલુકો દેશનો પ્રથમ વાઈફાઈ તાલુકો બન્યો હોવાનું જણાવી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને સુંદરતાનો સમન્વય કરવાનું સૂચન કર્યું હતું અને દરેક શાળામાં કન્યાઓ માટે અલયાદુ શૌચાલય બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આ સાથે જિલ્લા કલેકટર કચેરીની વેબસાઇટનું લોચીંગ, વિજયનગર તાલુકાની દૂધ સંજીવની યોજના પ્રારંભ તેમજ આઇ.ઇ.સી. પ્રોજેકટ અંતર્ગત ટેબલેટનું વિતરણ તથા એન્ડ્રોઈડ એપ્લીકેશન ઇ શિક્ષકનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે ગૃહ રાજય મંત્રી રજનીકાંત પટેલ, સાંસદ દિપસિંહ રાઠોડ, ધારાસભ્ય અિશ્વનભાઇ કોટવાલ, પૃથ્વીરાજ પટેલ, રમીલાબેન બારા, પ્રભારી સચિવ જયંતિભાઇ રળી સહિ‌ત ઉપસ્થિત રહ્યા હતા.

No comments:

Post a Comment